Heron biography in gujarati
મીરાંબાઈ
મીરાંબાઈ (૧૪૯૮-૧૫૪૭) એક કૃષ્ણભક્ત હતાં જેમણે ભગવાન કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્થાપ્યા હતા અને તેને અનુલક્ષીને અનેક ભજનો રચ્યાં છે. આ ભજનો મુખ્યત્વે સાખ્ય ભાવમાં રચાયેલાં છે. મેવાડના વતની અને એક સમયે રાજરાણી મીરાંબાઈએ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ માટે તમામ સુખ સાહ્યબીઓ પાછળ છોડીને ગામેગામ ફરી કૃષ્ણભક્તિના ગીતો ગાનાર સાધ્વીનું રૂપ લઈ લીધું હતું.
મીરાંબાઈએ કૃષ્ણભક્તિની અનેક ગુજરાતી કાવ્ય રચનાઓ આપણને આપી છે. મુખ્યત્વે મીરાંબાઈનાં મૂળ પદો વ્રજ ભાષા અને મારવાડી ભાષામાં મળે છે. મીરાંબાઈ ના પદો વ્રજ નો ઉપરાંત હિંદી, ગુજરાતી, ઇત્યાદિ ભાષામાં મળે છે.
જીવન
[ફેરફાર કરો]મીરાંબાઈનો જન્મ સંવત ૧૪૯૮માં જોધપુરમાં મેડતા નજીક આવેલા કુડકી (કે કુરકી)ગામમાં (હાલના રાજસ્થાનનાપાલી જિલ્લામાં) થયો હતો.[૧] તેમના પિતા રતન સિંહ ઉદય પુરના સ્થાપક રાવ રાઠોડના વંશજ હતાં.
જ્યારે મીરાં માત્ર ત્રણ વર્ષના હતાં ત્યારે તેમના ઘેર એક સાધુ આવ્યા અને તેમણે કૃષ્ણની એક રમકડાંની મૂર્તિ તેમના પિતાને આપી હતી. તેમના પિતાએ આ મૂર્તિ આશિર્વાદ સમજીને સ્વીકારી લીધી. શરૂઆતમાં તેમણે તે મીરાંને ન આપી કેમકે તેમને લાગ્યું કે કદાચ નાની બાલિકાને તે નહીં ગમે. પરંતુ પ્રથમ દ્રષ્ટિ પડતાં જ આ મૂર્તિ મીરાંના મનમાં વસી ગઈ.
જ્યાં સુધી તેને તે મૂર્તિ ન મળે ત્યાં સુધી તેણે કાંઈ પણ ખવાપીવાની મનાઈ કરી દીધી. મીરાં માટે આ મૂર્તિ જાણે કૃષ્ણનું જીવંત અસ્તિત્વ બની ગઈ. તેણે કૃષ્ણને આજીવન સખા, પ્રેમી અને પતિ બનાવવાનો નિર્ણય કર્યો. પોતાના બાળપણના આ અભિગ્રહને તેણે પોતાના સમગ્ર ઝંઝાવાતી જીવન દરમ્યાન પાળ્યો.
બાળપણમાં એક સમયે મીરાંએ ગલીમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થતો જોયો.
માતા તરફ ફરી તેણે નિર્દોષતાથી પૂછ્યું, "મારા પતિ કોણ હશે?" તેની માતાએ અડધી ઉતાવળ અને અડધી મજાકમાં ઉત્તર આપ્યો, "તારે તો પહેલેથી શ્રી કૃષ્ણ તારા પતિ છે ને" મીરાંની માતા તેના મનમાં વધતાં જતાં ભક્તિ માર્ગને સહાયક હતી, પણ તેના બાળપણમાં જ તે મૃત્યુ પામી.
નાની ઉંમરમાં જ તેમનો વિવાહ (ઉદયપુરના?) ચિત્તોડના રાણા સંગાના પુત્ર મહારાણા કુમાર ભોજરાજજી સાથે થયો હતો.
તેઓ બાળપણથી જ કૃષ્ણભક્તિમાં રુચિ લેવા લાગ્યાં હતાં. લગ્નના થોડા જ દિવસ પછી મીરાંના પતિ ભોજરાજજીનો સ્વર્ગવાસ થઈ ગયો. પતિના મૃત્યુ પછી તેમની ભક્તિ દિન પ્રતિદિન વધતી ગઈ. તેઓ મંદિરોમાં જઈ ત્યાં મોજૂદ કૃષ્ણભક્તોની સામે કૃષ્ણની મૂર્તિ આગળ નાચતા રહેતા હતાં.
મીરાંના કહેવાથી રાજા મહેલમાં જ કૃષ્ણ મંદિર બનાવડાવી દે છે. મહેલમાં ભક્તિનું એવું વાતાવરણ બન્યું કે ત્યાં સાધુ-સંતોની આવન-જાવન શરૂ થઈ ગઈ.
મીરાંના દિયર રાણાજીને આ પસંદ ન હતું. ઊધાજીએ પણ તેમને સમજાવ્યાં, પણ મીરાં દુનિયા ભૂલી કૃષ્ણમાં રમતી જાય છે અને વૈરાગ્ય ધારણ કરી જોગણ બનતી જાય છે.
પ્રચલિત કથા અનુસાર મીરાં વૃંદાવનમાં ભક્ત શિરોમણી જીવ ગોસ્વામીના દર્શન માટે ગયાં. ગોસ્વામીજી સાચા સાધુ હોવાથી સ્ત્રીને જોવી પણ અનુચિત સમજતા હતા. તેમણે અંદરથી જ કહેવડાવ્યું કે અમે સ્ત્રીઓને નથી મળતા.
આ પર મીરાંબાઈનો ઉત્તર ખૂબ માર્મિક હતો. તેમણે કહ્યું કે વૃંદાવનમાં શ્રીકૃષ્ણ જ એક પુરુષ છે, અહીં આવી જાણ્યુ કે તેમનો એક વધુ પ્રતિદ્વંધી પેદા થઈ ગયો છે. મીરાંનો આવો મધુર અને માર્મિક ઉત્તર સાંભળી જીવ ગોસ્વામી ખુલા પગે બહાર નીકળી આવ્યા અને ખૂબ પ્રેમથી તેમને મળયા.
મીરાંબાઈના ગુરુ
[ફેરફાર કરો]ઘણા લોકોનું માનવું છે કે મીરાંબાઈના કોઈ ગુરુ નહોતા.
પરંતુ મીરાંબાઈએ ગુરુની શોધ આદરી હતી અને તેઓ અનેક સંતો-ભક્તોને મળ્યાં. આખરે સંત રૈદાસજી (ઉત્તર ભારતમાં જેઓ સંત રવિદાસજીના નામે સુખ્યાત છે) ઉપર તેમનું મન વિરમ્યું. મીરાંબાઈએ પોતાની ઘણી વાણીઓમાં પોતાના ગુરુ સંત રોહિદાસ ઉલ્લેખ કરેલો છે.
સર્જન
[ફેરફાર કરો]મીરાંબાઈએ ચાર ગ્રંથોની રચના કરી હતી:
- નરસિંહ રા માહ્યરા
- ગીત ગોવિંદ ટીકા
- રાગ ગોવિંદ
- રાગ સોરઠ કે પદ
આ સિવાય મીરાબાઈના ગીતોનું સંકલન 'મીરાબાઈ કી પદાવલી' નામના ગ્રંથમાં કરવામાં આવ્યું છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑An Start to Hinduism, Cambridge 1996, Hurdle 144, by Gavin Flood